Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

યે સિયાસત કે ચશ્મે કુછ ધુધલે હો ગયે, ચૂનાવી વાદે ફીર જુમલે હો ગયે...

ગુજરાતની ચૂંટણીમાં અન્ય રાજયોના વિપક્ષી 'મોડેલ' પ્રચારમાં

'આપ'ની સરકારે પંજાબનો વિકાસનો નકશો ગુજરાતીમાં બતાવ્યો, ગેહલોત સરકરે રાજસ્થાનની આરોગ્ય સેવાની ગુજરાતી જાહેરાત દર્શાવી

રાજકોટ, તા.૧રઃ ગુજરાતની ધારાસભાની ચંૂટણીની હજુ ૬ મહિના સુધીનો સમય બાકી છે ત્યાં પ્રચારના રણશુંગુ ફુંકાય ગયા છે. દરે વર્ષે ચૂંટણીના વર્ષમાં પ્રચાર લક્ષી કાર્યક્રમો થતા હોય છે આ વખતે પ્રચારનો દોર વહેલો શરૃ થઇ ગયો છે. રાજયમાં સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા હોય છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ આદમી પાર્ટીએ પણ પ્રચારમાં ઝુકાવી દીધુ છે. ત્રણેય પક્ષના નેતાઓના પ્રવાસ શરૃ થઇ ગયા છે. બે દિવસ પહેલા રાહુલ ગાંધી ગુજરાતમાં હતાં. ગઇકાલે અરવિંદ કેજરીવાલનો પ્રવાસ છે. ર૯ મીએ નરેન્દ્રભાઇ મોદી આવી ગયા છે. દર વખતે પ્રચારની પધ્ધતિમાં થોડા થોડા ફેરફાર આવતા હોય છે. આ વખતે કદાચ પ્રથમ વખત અન્ય રાજયના વિકાસના મોડેલ ગુજરાતના પ્રચારમાં આવ્યા છે. ભાજપે ગુજરાતની વિકાસ મોર્ડેલ તરીકે દેશભરમાં પ્રસ્તુત કર્યુ છે તેની સામે આમ આદમી પાર્ટીને દિલ્હી મોડેલ અને પંજાબ મોર્ડેલ તથા કોંગ્રેસે રાજસ્થાન મોર્ડેલનો પ્રચાર શરૃ કર્યો છે. બન્ને રાજયની વિકાસની ગુજરાતના અખબારોમાં ગુજરાતી ભાષાની જાહેરાતોએ ધ્યાન ખેંચ્યુ છે.
પંજાબમાં માર્ચમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા ત્યાના મુખ્યમંત્રી ભાગવત માને ૩૦૦ યુનીટ સુધીની વિજળી વિનામૂલ્યે આપવાનું જાહેર કરેલ. પંજાબમાં ઉદ્યોગો માટે જાહેરાત ગુજરાતના અખબારોમાં ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ. આજે રાજસ્થાનમાં કોંગ્રેસની ઓક ગેહલોતની સરકારે ગુજરાતમાં પ્રિન્ટ મીડીયામાં જાહેરાત કરી છે. જેમાં હેલ્થ કેરનું રાજસ્થાન મોડેલ દર્શાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ચિરંજીવી યોજના હેઠળ લોકોને આરોગ્ય માટે  મળતા લાભનું વર્ણન આ જાહેરાતમાં કરવમાં આવ્યું છે. સામાન્ય રીતે જે તે રાજય સરકાર પોતાના રાજયની યોજનાઓની જાહેરાત પોતાના રાજયમાં મીડીયામાં જ કરતી હોય છે. આ વખતે પ્રચારની પધ્ધતિમાં આ બદલાવ જોવા મળે છે.
ગુજરાત રાજય દ્વારા સરકારના વિકાસ કામો અને કાર્યક્રમોનો પ્રચાર સતત ચાલુ રહ્યો છે. ચૂંટણીના વર્ષમાં સરકાર પોતે વિકાસ કર્યાનો મજબુત દાવો કરી રહી છે. સામા પક્ષે વિપક્ષોએ પોતે સતામાં આવે તો પોતાના શાસીત રાજયની જેમ અહીં પણ લોકોપયોગી કાર્ય કરે તેવો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. સરકાર ગુજરાતની હોય કે અન્ય રાજયની, પ્રચાર માટે થતો ખર્ચ પ્રજાની તિજોરીમાંથી જ થાય છે. જેમ ચુંટણી નજીક આવતી જાય છે તેમ પ્રચાર વધુ જામતો જશે.
ઍક નઝર ઇધર ભી
ઍક બેન :છેલ્લા બે મહિનાથી
મારો દીકરો વોટ્સઍપને
લીધે સ્કુલે જઇ શકતો નથી....
બહેનપણી : કેમ ??
બે મહિના પહેલા, ઍ
ભૂલો પડ્યો’તો ઍટલે અમે
વોટ્સઍપ પર ઍનો ફોટો
અને ખોવાયાની વિગતો
મૂકી’તી... અડધી કલાકમાં
તો કોઇ ઍને શોધીને મુકી
ગયું.....
બહેનપણી : હા તો પછી ?!
હજુ ઍ મેસેજ...
વોટ્સઍપ પર ફર્યા જ
કરે છે...  જેવો ઍ સ્કુલે
જવા નીકળે છે તો, કોઇને કોઇ ઍેને
પકડીને ઘરે મૂકી જાય છે...
અમૂક રાજકારણીઅોની હાલત
પણ આવી જ હોય ઍવું નથી
લાગતું ?

 

(11:39 am IST)