Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગાંધીનગરમાં તમામ કલેકટરો અને ડી.ડી.ઓ.ની કોન્‍ફરન્‍સ

વહીવટી ગતિ વધારવા મહેસુલ - પંચાયત મંત્રીનું માર્ગદર્શન

રાજકોટ તા. ૧૨ : આજે રાજ્‍યના તમામ કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગાંધીનગર બોલાવાયા છે. સવારમાં બંનેની અલગ-અલગ તથા બપોર બાદ સંયુકત કોન્‍ફરન્‍સ યોજાયેલ છે. મહેસુલ મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, મુખ્‍ય સચિવ પંકજકુમાર વગેરે માર્ગદર્શન આપશે.

આજે સચિવાલયમાં દિવસભર ત્રણ તબક્કે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે. મહેસૂલ મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને છેલ્લે મુખ્‍યમંત્રીની અધ્‍યક્ષતામાં એમ ત્રણ તબક્કે સ્‍વર્ણિમ સંકુલ-૧ અને ૨માં કલેકટર ડીડીઓ કોન્‍ફરન્‍સ છે. આ બેઠકમાં મહેસૂલી કામો, આરોગ્‍ય અને પાણીની સ્‍થિતિ, ચોમાસા પૂર્વે પૂર-વાવાઝોડા સંદર્ભે ડિઝાસ્‍ટર પ્‍લાન તેમજ ગતિશકિત પ્રોજેકટ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવશે. જેના રિપોર્ટ અને માહિતી સાથે લાવવા પણ કહેવાયું છે. નવી સરકારની રચના બાદ બીજી વખત આ પ્રકારની કોન્‍ફરન્‍સ મળી રહી છે.

(12:59 pm IST)