Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધો. ૧૨ સાયન્‍સ A ગ્રુપનું ૭૮.૪૦% તો B ગ્રુપનું ૬૮.૫૮%

રાજકોટ તા. ૧૨ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ સાયન્‍સનું પરિણામ જાહેર થયું છે. એ-૧ ગ્રેડમાં ૧૯૬ વિદ્યાર્થીઓ આવ્‍યા છે. એ-૨ ગ્રેડમાં ૩૩૦૩ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં એ ગ્રુપના ઉમેદવારોનું પરિણામ ૭૮.૪૦% અને બી-ગ્રુપના ઉમેદવારોનું પરિણામ ૬૮.૫૮% પરિણામ આવ્‍યું છે તો એ-બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ ૭૮.૩૮% આવ્‍યું છે.
અંગ્રેજી માધ્‍યમના ઉમેદવારોનું પરિણામ ૭૨.૫૭% તો ગુજરાતી માધ્‍યમના વિદ્યાર્થીઓનું ૭૨.૦૪% આવ્‍યું છે.

 

(3:10 pm IST)