Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગુજરાતમાં ધો. ૧૨ સાયન્‍સમાં ૧૦૦% પરિણામ મેળવતી ૬૪ શાળા

રાજકોટ તા. ૧૨ : શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધો. ૧૨માં કુલ ૯૫,૩૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૭૨.૦૨ ટકા પરિણામ જાહેર થયું છે.
શિક્ષણ બોર્ડે આજે જાહેર કરેલા પરિણામમાં ૬૪ શાળાઓએ ૧૦૦% પરિણામ હાંસલ કર્યું છે. પરિક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે પરંતુ રાજ્‍યની ૬૧ શાળાનું પરિણામ કંગાળ આવ્‍યું છે. ગુજરાતની ૬૧ શાળાઓનું પરિણામ ૧૦% કરતા પણ ઓછું આવ્‍યું છે.

 

(3:11 pm IST)