Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આઝાદી પછી ગુજરાતમાં ૭ લોકોને અપાયેલ ફાંસીમાં રાજકોટમાં ૪ ને ફાંસી

રાજકોટ જેલના દ્વાર ૧૯૮૯માં બહુ લાંબા વર્ષો બાદ ખુલેલાઃ રાજકોટના જાણીતા હસુભાઈ, મુરલીભાઈ દવે પરિવારના ત્રણ લોકોની નિર્દયતાથી હત્‍યા બદલ શશીકાંત માળીને ફાંસી આપવામાં આવેલ : રાજકોટમાં પ્રથમ ફાંસી ૧૯૬૩માં ચુનીલાલ જાદવજીને, યોગનું યોગા બીજા વર્ષે અર્થાત ૧૯૬૪માં બટુકભાઈ રાઘવજીભાઈને નવાઈની વાત એ છે કે તે પછી બીજા વર્ષે અર્થાત્‌ ૧૯૬૫માં જામનગરના રોની કે જે ઓપન તરીકે જાણીતા હતા તેને ફાંસી આપવામાં આવેલ : શશીકાંત માળીના ડેથ વોરંટ રદ થવામાં દેશ દુનિયામાં વિક્રમ સર્જાયેલાઃ ‘અકિલા' દ્વારા શશીકાંત માળીના સમાચારમાં પણ યોગાનું યોગ વિક્રમ સર્જાયેલાઃ દેશભરના પત્રકારો અકિલા પાસેથી જ માહિતી મેળવતા હતાઃ ગુજરાત પાસે જલ્લાદ ન હોવાથી મહારાષ્‍ટ્રના વિષ્‍ણુ નામના ફાંસી ગરને રાજકોટ તેડાવવામાં આવેલ : વડોદરા જેલમાં ૩ને ફાંસી, રાજયમાં અન્‍ય કોઈ જેલમાં ફાંસી આપવામાં આવી નથી, ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ ‘અકિલા'ના વાંચકો માટે એકસલુસિવ વિગતો વર્ણવે છે

રાજકોટ તા.૧૨:   તાજેતરમાં સુરત રેન્‍જ વડા રાજકુમાર પાંડિયન અને તેમની વિવિધ ટીમો દ્વારા ગુજરાતભરમાં ચકચારી બનેલ ગ્રીષ્‍મા હત્‍યા મામલામાં ફેનીલ નામના યુવાનને ફાંસી આપવા સાથે સુરત શહેર પોલીસના મુખ્‍યા પોલીસ કમિશનર અજય કુમાર તોમર ટીમના તત્‍કાલીન એસીપી જય કુમાર પંડીયા અને પીઆઇ અલ્‍પેશ ચોધરી ટીમની બે જહેમતને કારણે પાંડેસરા વિસ્‍તારના બે દુષ્‍કર્મના આરોપીઓને ફાંસી સુધીની સજા મળી છે, જોકે આ સજાનો અમલ થતાં સમય નીકળી જશે પણ માનો તાત્‍કાલિક ફાંસી આપવાની થાય તો ગુજરાતમાં જલ્લાદ અર્થાત્‌ ફાંસિગર જ નથી એ વાતની ભાગ્‍યેજ કોઈને જાણ હશે.      

જોકે સુરત પોલિસ કમિશનર અને તેની ટીમ તથા સુરત રેન્‍જ વડા અને તેમની ટીમ દ્વારા જે રીતે જેટ ઝડપે કાર્યવાહી કરી તે માત્ર ગુજરાત જ નહિ સમગ્ર દેશના ઇતિહાસની અનેરી ઘટના છે, ચોતરફ ફાંસીની ચર્ચા છે ત્‍યારે આઝાદી બાદ ગુજરાતમાં કોને કોને ફાંસી કયા શહેર જિલ્લામાં મલી છે તે બાબત ખૂબ રસ-દ હોય અત્રે ગુજરાતની જેલોને રાષ્‍ટ્રિય લેવલે એવોર્ડ જેમના નેતળત્‍વ હેઠળ -ાપ્ત થયો છે તેવા રાજ્‍યના સિનિયર આઇપીએસ ડો.કે. એલ.એન  રાવ ના સહકારથી અકિલાના વાચકો માટે અત્રે રજૂ કરવામાં આવેલ છે.                

 ગુજરાતમાં આઝાદી પછી ફકત ૭ આરોપીઓને ફાંસીની સજાઓ મળી છે તેમાં સાતમાંથી ૪ ફાંસી તો રાજકોટ સેન્‍ટ્રલ જેલમાં જ આપવામાં આવી હતી.                      

રાજકોટ જેલમાં પ્રથમ ફાંસી ૧૯૬૩ મા ચુનીલાલ જાદવજી ભાઈ નામના શખ્‍શને આપવામાં આવેલ આ સજા રાજકોટ સેન્‍સ જ જ દ્વારા હત્‍યાના આરોપસર કરવામાં આવેલ, આ ફાંસી ૧૧.૧૧.૧૯૬૩ ના રોજ આપવામાં આવેલ, પ્રથમ વખત ફાંસી અપાતી હોવાથી ખૂબ ચર્ચા હતી,અખબારોમાં પ્રથમ પેજ પર આજ ન્‍યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવતા.                                   

એક રસપ્રદ બાબત એ છે કે ૧૯૬૩ બાદ ૧૯૬૫મા રાજકોટ સેન્‍ટ્રલ જેલમાં બે ફાંસી આપવામાં આવેલ, આમાં હત્‍યા માટે બટુકભાઈ રાઘવજી ભાઈને ૩૧ માર્ચ ૧૯૬૫ના રોજ ફાંસી આપવામાં આવ્‍યા બાદ રાજકોટ સેન્‍ટ્રલ જેલમાં રોની કે જે ઓપન નામના જામનગરના યુવાનને જામનગર સેન્‍ટ્રલ જેલ દ્વારા ફાંસી આપતા આ ફાંસી રાજકોટ જેલમાં આપવામાં આવેલ. વચ્‍ચે એક આડ વાત સૌરાષ્‍ટ્રની પ્રથમ ફાંસી મારા પિતાશ્રી પીઢ પત્રકાર સ્‍વ.વેલજીભાઈ ગણાત્રા દ્વારા પોતાની નજર સમક્ષ અપતા જોઈ હોવાની દેશના ઇતિહાસની અનેરી ઘટના હતી.         

સાત ફાંસીમાથી વડોદરા સેન્‍ટ્રલ જેલમાં કુલ ત્રણ ફાંસી આપવામાં આવેલ.૧૯૫૩મા એક દરજી શખ્‍સને,આજ વર્ષમાં માલા કોદર નામના શખ્‍સને ગોધરા સેશન્‍સ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ફાંસી આપવામાં આવેલ. ત્‍યારબાદ ૧૧ વર્ષ પછી સુરત સેશન્‍સ જજ દ્વારા અમર ભાઈ કાનજીભાઈ ને૧૭.૨.૧૯૬૪ ના રોજ વડોદરા સેન્‍ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવેલ , રાજકોટમાં ૪ થી ફાંસી ૧૯૬૫ બાદ ઘણા વર્ષી પછી ૧૯૮૯ ની ૭ સપ્‍ટેમ્‍બર ના રોજ શશીકાંત માળીને આપવામાં આવેલ. સૌરાષ્‍ટ્રના નામાંકીત એડવોકેટ અને આગેવાન હસુ ભાઈ દવે અને મુરલી ભાઈ દવે પરિવારના ત્રણ ત્રણ નિર્દોષ લોકોની હત્‍યા કરવા બદલ મલી હતી .એ સમયે મહારાષ્‍ટ્ર માંથી વિષ્‍ણુ નામના જલ્લાદ ને રાજકોટ તેડાવવામાં આવેલ. શશીકાંત માળી ની ફાંસી ઘટનાના ન્‍યૂઝમાં અકિલા સહુથી મોખરે રહેલ. દેશભરના અખબારો આ વિગતો માટે તત્‍કાલીન પીઢ પત્રકાર સ્‍વ.વેલજીભાઈ ગણાત્રા નો જ સંપર્ક કરતા હતા.

(3:19 pm IST)