Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ઇન્દિરા નગરીમાં એલ.સી.બીની ટીમે દરોડા પાડી પાંચ મકાનમાંથી 400 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ : ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ઈન્દીરા નગરીમાં એક મકાન પર ખેડા એલ.સી.બી. પોલીસે દરોડો પાડી મકાનમાંથી પાંચ કિલો ૪૦૦ ગ્રામ ગાંજો જેની કિંમત રૂ. ૫૪ હજાર થાય છે તેના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. આ ગાંજો તેને દાહોદ જિલ્લાના ધાનપુરનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. આ સંદર્ભે એલ.સી.બી પોલીસે ફરિયાદના આધારે સેવાલિયા પોલીસે બે શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા એલ.સી.બી પોલીસના જવાનો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે સેવાલીયા ઈન્દીરા નગરીમાં રહેતો રમણભાઈ ભુદરભાઈ પ્રજાપતિ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો મંગાવી રાખી ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે સેવાલિયા ઈન્દીરા નગરીમાં રમણભાઇ પ્રજાપતિના ઘરે દરોડો પાડતાં તે પતરાના શેડ નીચે ઉભો હતો. પોલીસે પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રમણભાઇ પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના મકાનની તપાસ કરતા મકાનના એક રૂમના ખૂણામાં પ્લાસ્ટિક મીણીયાની કોથળીમાંથી પાંચ કિલો ૪૦૦ ગ્રામ ગાંજો કિં. રૂ. ૫૪ હજાર નો જથ્થો મળી આવ્યો હતો. સાથે સાથે તેની બાજુ માં મુકેલ વજન કાંટા ઉપર ૨ કિલો, ૧ કિલો, ૫૦૦ ગ્રામ તથા ૫૦ ગ્રામ ના વજનીયા મળી આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા છૂટક વેચાણ કરવા રાખેલા હોવાનું જણાવ્યું હતું. 

(6:15 pm IST)