Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

તારાપુરમાં એપીએમસી સાથે 1.25 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

તારાપુર : તારાપુર માર્કેટ યાર્ડની ફાજલ જમીન ઉપર ભૂતકાળની બજાર સમિતિ દ્વારા નિયમ વિરૂદ્ધ પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરી બાંધકામ કરી લાગતા વળગતાઓને ફાળવી દેવાતા હાલની નવી બજાર સમિતિને ધ્યાને આવતા નિયામક ગાંધીનગરને વર્ષ-૨૧ લેખિત રજૂઆત કરાઈ હતી. જોકે, આ મામલે હજુ સુધી નિયામક દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તારાપુરની માલિકીની ફાજલ પડેલી જમીન ઉપર ભૂતકાળની બજાર સમિતિ દ્વારા વિવિધ પ્રકારે સામાન્ય સભાઓમાં પ્રમુખ સ્થાનેથી અયોગ્ય ઠરાવો કરી હેતુફેર કરી નિયમ વિરૂદ્ધ લાગતા વળગતા મળતિયા ભાડુઆતોને નજીવા ભાડે ફાળવી દીધી હતી. ગેરકાયદેસર બાંધકામ કરાવી બજાર સમિતિ તારાપુરને અંદાજે સવા કરોડનું આથક નુકસાન પહોંચાડયું હોવાનું હાલની નવી બજાર સમિતિને ધ્યાને આવ્યું છે. આ અંગે વર્ષ-૨૦૨૧માં નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ નિયામક આણંદને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે નિયામક દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

બજાર સમિતિની માલિકીની જમીન કે દુકાનોને વેચાણ કે ભાડે આપવા માટે ઠરાવો કરી જાહેર હરાજી કરી વેચવાની હોય છે. પરંતુ ભૂતકાળની બજાર સમિતિ દ્વારા તા.૨૮/૦૫/ ૧૦ની જનરલ સભાના ઠરાવ નંબર ૮થી ફાજલ પડેલી વણ વપરાશની જમીન અરજદાર લાગતા વળગતા મળતિયા ભાડુઆતોને ફાળવી દેવામાં આવી હતી. પરંતુ બજાર સમિતિમાં ફાજલ જમીન ફાળવવાનો કોઈ નિયમ જ ન હોવા છતાં, ભૂતકાળની બજાર સમિતિ દ્વારા પ્રમુખ સ્થાનેથી અયોગ્ય ઠરાવ કરી, હેતુફેર કરી, સો રૂપિયાના સ્ટેમ્પ પર ભાડા કરાર કરી, માસિક ૧૫૦ રૂ.નાં નજીવા ભાડે ફાળવી દઈ, વર્ષ ૨૦૧૩માં બાંધકામ કરાવી, અંદરખાને મોટી રકમ સેરવી લઇ બજાર સમિતિ તારાપુરમાં કોઈ નાણાં જમા ન કરાવી પાંચ દુકાનોનું બાંધકામ કરાવ્યું હતું. જેની ગ્રામ પંચાયત તારાપુરમાં કોઈપણ જાતની જાણ કરવામાં આવી નથી કે બાંધકામ અંગેની પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નથી. 

(6:16 pm IST)