Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સુરતના અમરોલી વિસ્તારમાં ફ્લેટ જોવાના બહાને જબરદસ્તી ઘરમાં ઘુસી પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્નીનું અપહરણ કરનાર યુવતીના માતા-પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: અમરોલીના સાંઇ લક્ઝરીયામાં ફ્લેટ જોવાના બહાને જબરજસ્તી ઘુસી જઇ પ્રેમલગ્ન કરનાર ઓનલાઇન બિઝનેશ કરતા યુવાનની પત્નીનું ટીંગાટોળી કરી કારમાં અપહરણ કરનાર યુવતીના માતા-પિતા અને દાદા સહિત ચારની અમરોલી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલીના સૃષ્ટિ રો હાઉસ નજીક સાંઇ લક્ઝરીયીમાં રહેતો અને ઓનલાઇન બિઝનેશ કરતા પીંકેશ રમેશ રાશીયા (ઉ.વ. 22 મૂળ રહે. ઊંટવડ, તા. બાબરા, જિ. અમરેલી) ને છેલ્લા બે વર્ષથી હેમાંશી રાજેશ ભાટીયા (રહે. પુનીતધામ સોસાયટી, મોટા વરાછા) સાથે પ્રેમસંબંધ હતો. બંને પરિવારની મરજીથી લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ હેમાંશીના માતા-પિતાએ ઇન્કાર કરતા બંનેએ ગત 30 માર્ચે પાલ આરટીઓ નજીક મેલડી માતાના મંદિરમાં લગ્ન કરી લગ્ન રજીસ્ટર્ડ કરાવ્યા હતા. દરમિયાનમાં અઠવાડિયા અગાઉ પીંકેશ કામ અર્થે બહાર ગયો હતો ત્યારે ફ્લેટ જોવાના બહાને બે અજાણ્યાની સાથે હેમાંશીના માતા-પિતા પણ અંદર ઘુસી જઇ બેડરૂમમાંથી હેમાંશીને ટીંગાટોળી કરી કારમાં બેસાડી અપહરણ કરી ભાગી ગયા હતા.

હેમાંશીની શોધખોળ અંતર્ગત તેને તેના માતા-પિતા લઇ ગયા હોવાનું જાણવા મળતા પીંકેશે બે દિવસ અગાઉ અમરોલી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસે હેમાંશીના પિતા રાજેશ કનુ ભાટીયા (ઉ.વ. 42), માતા દિપાલી રાજેશ ભાટીયા (ઉ.વ. 40) અને દાદા કનુ મીઠાભાઇ ભાટીયા (ઉ.વ. 65) અને જયંતી બાઘાભાઇ શેલીયા (ઉ.વ. 48 રહે. 173, શીવશંકર પાર્વતી સોસાયટી, વરાછા) ની ધરપકડ કરી છે. 

(6:19 pm IST)