Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વડોદરા:મોડાસાના વડા ગામના સરપંચ તરીકેની ઓળખ આપી વડોદરાની મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: મોડાસાના વડા ગામના સરપંચ તરીકેની ઓળખ આપી વડોદરાની મહિલા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા બાદ અમદાવાદ ખાતે તેની માતાના મકાનને જબરજસ્તીથી વેચાણથી ખરીદવા બે અજાણ્યા વ્યક્તિઓએ પરેશાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેવડોદરા શહેરના અટલાદરા રોડ ઉપર આવેલી આરુની રેસિડેન્સીમાં રહેતા પ્રિયાબેન કર્માકરએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે હું, મોડાસાના વડા ગામનો સરપંચ બોલું છું અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ફોન કટ કર્યો હતો. ત્યારબાદ મારા સહ કર્મીએ આ બાબતે ખાતરી કરવા ફરી ફોન કરતા સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, 10 મિનિટમાં ઉડાડી દઈશ ફરિયાદ કરવી હોય ત્યાં કરજો જાનથી મારી નાખીશ. દરમિયાન મારી માતા જમુનાબેન કર્માકર અમદાવાદથી વડોદરા દોડી આવી હતી. તેને જણાવ્યું હતું કે, બે અજાણ્યા વ્યક્તિઓએ મકાન ખરીદવાનું જણાવી દરવાજો ખોલવા માટે જીદ કરી હતી. જોકે પોલીસને ફોન કરવાની ચીમકી આપતા બંને અજાણ્યા ઇસમો નાસી છૂટયા હતા.

 

(6:20 pm IST)