Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વડોદરાના વેમાલી વિસ્તારમાં 145 સોસાયટીમાં પાણીના કકળાટને લીધે ટેન્કર રાજ જોવા મળ્યું

વડોદરા:શહેરના વેમાલી ગામની આસપાસ 145 સોસાયટીઓમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અનેક પરીવારો રહેવા આવ્યા છે પરંતુ પીવાના પાણીની સમસ્ય નો હલ થયો નથી અને રોજ પીવાના પાણીની ટેન્કરો મંગાવી પડે છે. વડોદરા શહેરના વેમાલી ગામની આસપાસના વિસ્તારમાં 145 જેટલી સોસાયટીઓ અને ફ્લેટ બંધાઈ ગયા છે. અને આ વિસ્તારમાં અસંખ્ય પરિવારનો રહેવા આવી ગયા છે પરંતુ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ચૂંટણી વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરોએ 6 મહિના પહેલા આવીને પાણી ડ્રેનેજની સમસ્યા હલ કરવા માટે ખાતરી આપી હતી અને આગામી છ મહિનામાં પાણી મળતું થઇ જશે તેમ જણાવ્યું હતું પરંતુ આ વિસ્તારમાં માત્ર પાણીની લાઇન નાખવામાં આવી છે તે કામગીરી હજી અધૂરી છે અને કોઈને પણ તેમાંથી પાણીના કનેક્શન આપવામાં આવ્યા નથી જેથી સ્થાનિક રહીશોને રોજ બરોજ પીવાના પાણીની ટેન્કર મંગાવવું પડે છે. વેમાલી વિસ્તારમાં આવેલી અંબે રેસીડેન્સી ના રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે દર મહિને પાણીની ટેન્કર મંગાવવા પાછળ એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ લોકોને ભોગવવો પડે છે તો બીજી બાજુ કોર્પોરેશન પાણી વેરો વસુલાત કરી લે છે.

(6:21 pm IST)