Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વડોદરાના માંજલપુર વિસ્તારમાં મકાનમાં દારૂનો ધંધો ચાલતો હોવાની વિગતને પગલે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી 41 હજારની કિંમતનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા:માંજલપુર વિસ્તારના એક મકાનમાં દારૂનો ખુલ્લેઆમ ધંધો ચાલતો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યો હતો. માંજલપુરના નવાપુરામાં વિદેશી શરાબનો ધંધો ચાલતો હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડતા નરેશ વિજેન્દ્રભાઈ ઠાકોર ઝડપાયો હતો. પોલીસે તેની પાસે વિદેશી શરાબની જુદી-જુદી બ્રાન્ડની કુલ રૂ 41 હજારની કિંમતની 77 બોટલો પકડી હતી. પોલીસે નરેશ નો મોબાઇલ કબજે કરી તેની પાસે નિયમિત દારૂ લેવા આવતા ગ્રાહકોની તપાસ શરૂ કરી છે. નરેશની પૂછપરછમાં દારૂનો જથ્થો પાણી ઘટના નિતીન કહારે સપ્લાય કર્યોહોવાની વિગતો ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

(6:21 pm IST)