Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આજે પણ ધોમધખતો તાપ યથાવત : અમદાવાદ ૪૫.૪ ગાંધીનગર ૪૪.૯ , અમરેલી અને જૂનાગઢમાં ૪૪.૬

રાજકોટમાં ૪૪.૩ ડિગ્રી મહત્તમ તાપમાન : સર્વત્ર કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ

     આજે પણ ધોમધખતો તાપ યથાવત છે.આજે અમદાવાદ ૪૫.૪ , ગાંધીનગર ૪૪.૯ , અમરેલી અને જૂનાગઢમાં ૪૪.૬ ,રાજકોટમાં ૪૪.૩ ડિગ્રી મહત્તમ તાપમાન  નોંધાયું છે સર્વત્ર કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

      આજે સાંજે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ જોઈએ તો ભાવનગરમા ૪૦.૭ , ભુજ ૪૨.૩ , ડીસા ૪૩.૨ કંડલા ૪૦.૪ ,પાટણમા ૪૩.૨ દીકરી મહત્તમ તાપમાન નોંધાયું છે છેલ્લા બે-ત્રણ દિવસથી ધોમધખતા તાપના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જાય છે લોકો તાપથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને પંખા તથા એસી ના સહારે ઘરની અંદર જ પૂરાઈ રહે છે સાંજના સમય સુધી પણ ભારે ઉકળાટનો અનુભવ થયા કરે છે.

 

(6:40 pm IST)