Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વડોદરામાં રખડતા ઢોરે અડફેટે લેતા 18 વર્ષના વિદ્યાર્થીએ આંખ ગુમાવી: લોકોમાં રોષ ફેલાયો

સતત બની રહેલા બનાવો બાદ પાલિકા તંત્ર રખડતા ઢોરોને પાંજરે પુરવામાં નિષ્ફળ

વડોદરા શહેરમાં રખડતા ઢોરે અડફેટે લેતા એક વિદ્યાર્થીઓ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવ બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વડોદરા શહેરમાં રખડતા ઢોરે અડફેટે લેવાના સતત બની રહેલા બનાવો બાદ પાલિકા તંત્ર રખડતા ઢોરોને પાંજરે પુરવામાં નિષ્ફળ રહી હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.

રખડતા ઢોરોને નાથવામાં વડોદરા પાલિક સદંતર નિષ્ફળ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વાઘોડિયા રોડના ગોવર્ધન ટાઉનશિપ પાસે એક વિદ્યાર્થીને ગાયે અડફેટે લીધો હતો. આ દરમિયાન ગાયનું શીંગડું વિદ્યાર્થીની આંખમાં વાગ્યું હતું. જેનાથી વિદ્યાર્થીએ આંખ ગુમાવવાનો વારો આવ્યો છે

(7:07 pm IST)