Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આગ ઓકતું આકાશ : અમદાવાદ બન્યું અગનભઠ્ઠી : ગરમીનો પારો 46 નોંધાયો

ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી ,જૂનાગઢ અને અમરેલીમાં 44.6 ડિગ્રી નોંધાયું

અમદાવાદ : હવામાન વિભાગે જાહેર કરેલા સત્તાવાર આંકડા પ્રમાણે જેમાં અમદાવદ ખાતે ગુરૂવારે 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.રાજ્યમાં અન્ય શહેરોમાં ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી તો જૂનાગઢ અને અમરેલીમાં 44.6 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળ્યું હતુ

આ સિવાય રાજકોટમાં 44.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 45 ડિગ્રી અને ભાવનગરમાં પણ મહત્તમ 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. રવિવારથી ગુજરાતમાં શરૂ થયેલા ગરમી પ્રકોપમાં બુધવારે અમદાવાદ ખાતે તાપમાન ૪૫.૮ ડિગ્રી અને કેટલાક સ્થળોએ ૪૭ ડિગ્રી સુધી પહોંચ્યા બાદ આજે પણ ગરમીમાં કોઈ રાહત મળી નથી.

સ્કાયમેટના ચીફ મીટીરીયોલોજીસ્ટ મહેશ પલવતે જણાવ્યું હતું કે ત્રણ દિવસથી શરુ થયેલો આ હિટવેવ હજુ ૧૭ કે ૧૮ મે સુધી જોવા મળે અને એમાં કોઈ રાહત મળે એવી શક્યતા નથી. શકય છે કે શુક્રવાર કે શનિવારે સુરતથી ઉત્તર મહારાષ્ટ્ર વચ્ચે સામાન્ય છાંટા કે વરસાદ આવે, ગાજવીજ થાય પણ તે ઘટના પણ બહુ રાહત આપી શકે એમ નથી.

(10:07 pm IST)