Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આણંદના ઉમરેઠ પંથકમાં આકાશમાંથી અજાણ્યો પદાર્થ પડ્યો : લોકોમાં ફફડાટ : પોલીસ તપાસ શરૂ

ખાનકુવા ગામે આકાશમાંથી ત્રણ જેટલાં ગોળ પદાર્થ જમીન પર પડતા ભયનો માહોલ: ભાલેજ પોલીસ ઘટના સ્થળે પોહોંચી તપાસ હાથ ધરી: સેટેલાઈટ ના પાટ્સ હોવાનું પ્રાથમિક અનુમાન

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આકાશમાંથી કોઈ અજાણી વસ્તુ પડી હતી. આ વાત વાયુવેગે પ્રસરી હતી અને આજુ-બાજુના ગામના લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા. જોકે ગોળ દડા જેવા પદાર્થ આકાશમાંથી પડતા વિસ્તારમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો. આ ઘટનાની જાણકારી થતા પોલીસ ત્યા દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે

  આ અંગે મળતી વિગત મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામે ગુરૂવારે ત્રણ ગોળ મોટા પદાર્થ જમીન પર પડ્યા હતા. આ વાત વાયુવેગે આખા ગામ થતા આજુ બાજુના વિસ્તારોમાં ફેલાઇ ગઇ હતી. આ પદાર્થને જોવા માટે લોકો દોડી આવ્યા હતા. જોકે આ દરમિયાન લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ પોલીસ દોડી આવી હતી અને સ્થળ પર જ તપાસ શરૂ કરી હતી. જોકે જાણકારો માની રહ્યા છે કે આ કોઈ રહસ્મય વસ્તુ નથી પરંતુ સેટેલાઈટના પાર્ટ્સ છે. પ્રાથમિક તપામાં પણ આ જ વાત સામે આવી છે.

(10:12 pm IST)