Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

108 ઇમરજન્સી સેવા નર્મદા દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ 12 મે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે નર્મદા ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ડેડીયાપાડા એસ ડી એચ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ બેહનો તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવામાં કામ કરતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સાથે મળીને કેક કટિંગ કરી એકબીજાનું મોઢું મીઠું કરાવી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી, એ પણ બાબત નોંધનીય છે કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં લોકોની સાથે ઉભા રહી લોકોની સેવા કરવી લોકોને સાંત્વના આપવી તેમજ સારી સારવાર આપી જીવ બચાવવાનું કામ સ્ટાફ નર્સ સારી રીતે નિભાવે છે માટે તમામ બહેનોને ૧૦૮ ઇમરજન્સી સેવા નર્મદા દ્વારા બિરદાવવામાં આવ્યા હતા તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવામાં કામ કરતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન કે જેઓ દિવસ-રાત જોયા વગર લોકોનો જીવ બચાવવા માટે ખડે પગે ઊભા રહે છે તેમને પણ આ પ્રસંગે બિરદાવી ભવિષ્યમાં સારી કામગીરી કરી વધુમાં વધુ લોકોના જીવ બચાવે તેવું પ્રોત્સાહન આપ્યું તેમજ એસ ડી એચ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમના આ સન્માન બદલ GVK EMRI 108 નૉ આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમનું આયોજન નર્મદા જિલ્લા ૧૦૮ ઇમરજન્સી સેવાના એકઝિક્યુટીવ મોહમ્મદ હનીફ બલુચી એ કર્યું હતું.

(10:28 pm IST)