Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજપીપળા ગાર્ડનમાં નજીવી બાબતે બે કોમ વચ્ચે ધીંગાણું : સામસામે નવ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

    ફોટો  raj

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલા નગરપાલિકામાં ગાર્ડનમાં નજીવી બાબતે બે કોમ વચ્ચે મારામારી થયા સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર અમીતભાઈ કંચનભાઈ પટેલ (રહે.દોલત બજાર,રાજપીપળા)ઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની પત્ની અને બાળક સાથે રાજપીપળા ગાર્ડન માં ચાલવા આવેલા અને બાકડા પર બેસેલ તે સમયે મેદાનમા (૧)અયાન રફીક ખાન સોલંકી (રહે.રાજપીપલા કસ્બાવાડ )(૨) રફીકભાઈ ઇસ્માઇલ સોલંકી (રહે.રાજપીપલા કસ્બાવાડ) તથા તેની સાથે આવેલ બીજા પાચ ઇસમોજેઓનાપુરા નામ સરનામાની ખબર નથી (૩) નવાબ ઉર્ફે કાલુ (૪) ઇમ્તીયાઝ (૫) જીલાની (૬) એસ.કે.મોબાઇલની દુકાનમાં નોકરી કરતો ઇસમ(૭)શાકમાર્કેટમાં નીખીલ ડોક્ટરની હોસ્પીટલ સામે ડુંગરી બટાકાનો ધંધો કરતો ઇસમ નાઓ ત્યાં ફુટબોલ રમતા હોય ફુટબોલને કીક મારતા ફુટબોલ બાકડા ઉપર બેસેલ બીજા છોકરાને વાગતા તે છોકરો પાછળ દોડતા સન્ડિયોભાઈની દિકરી છાયાબેન જે ઉભેલી હોય તેની સાથે અથડાતા નીચે પડી જતા સંદીપભાઈ એ પોલીસમાં જાણ કરતા આ ટોળા એ ગાળો બોલી ગુન્હાહીત ધમકી આપતા સાહેદ મનિષભાઈ રજનીકાંત ચૌહાણ તથા સંદીપભાઈ ના પત્નિ મયુરીબેન મનિષભાઈ ચૌહાણ તથા ગાર્ડનમા આવેલ બીજા માણસો વચ્ચે પડતા તે દરમ્યાન રફીકભાઈ ઇસ્માઇલ સોલંકીનુ ઉપરાણુ લઇ બીજા લોકો ત્યાં આવ્યા જેમાં નવાબ ઉર્ફે કાલુએ હાથમાં છરી લઇ દોડી આવી સંદીપભાઈ ઉપર હુમલો કરતા નવાબ ઉર્ફે કાલુનુ પોતાનુ ચપ્પુ વાગી ગયું ત્યારબાદ આ તમામે સંદીપભાઈ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
જ્યારે સામે પક્ષે રફીકભાઈ ઇસ્માઇલભાઈ સોલંકી(રહે. રાજપીપલા કસ્બાવાડ )ની ફરિયાદ મુજબ તેમનો દિકરો તેના ફળિયાના બીજા છોકરાઓ સાથે ગાર્ડનમાં ફુટબોલ રમતા હતા તે સમયે અમીતભાઈ કંચનભાઈ પટેલ(રહે.દોલત બજાર,રાજપીપળા ) ની દિકરી વાગતા  છોકરો ફરીયાદીના દિકરા પાછળ દોડતા અયાનહસન દોડવા જતા આ છોકરીને ધક્કો વાગી જતા નીચે પડી જતા અમિત પટેલે રફિકભાઈ ના દિકરાને પકડી લઇ ધોલધપાટ કરીને ફુટબોલ લઇ ગાળાગાળી કરી ફેટ પકડીને હાથાપાઇ કરી તેમજ મનિષભાઈ રજનીકાન્ત ચોહાણ રહે.રાજપીપલા દોલત બજાર નાએ પણ ગાળાગાળી ફેટ પકડી હાથાપાઇ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

 

(10:30 pm IST)