Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજપીપળામાં માછી સમાજનો 31મો સમૂહ લગ્નોત્સવ યોજાયો: ચાર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે માછી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં ચાર યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા હતા પાછળના 30 વર્ષમાં 800થી વધુ સમાજના યુગલોને સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડ્યા બાદ હાલમાં આ 31 માં સમૂહ લગ્ન માટે ખાસ તૈયારીઓ કરાઈ હતું જેમાં ચાર નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા
જોકે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ ના કારણે સમાજના લોકો આ વર્ષે સમૂહ લગ્ન બાબતે મૂંઝાયા હતા માટે વધુ જોડા આ સમૂહ લગ્નોત્સવમાં બેઠા નથી અને માત્ર ચાર નવયુગલો સમૂહ લગ્ન માં બેઠા હોય છતાં વર્ષોથી ચાલતો આ રિવાજ માછી સમાજ દ્વારા જાળવી રખાયો હોય જેના ભાગરૂપે આ સમૂહ લગ્નનું શાંતિ પૂર્ણ રીતે સમાપ્ત થાય તેવી સમાજના અગ્રણીઓ એ આશા વ્યક્ત કરી છે.

(10:31 pm IST)