Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજપીપળા ખાતે ACB ના છટકામાં ઝડપાયેલ સર્વે RFO ના કેસની તપાસ પંચમહાલ ACB ને સોંપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા વન વિભાગમાં સર્વે આર.એફ. ઓ તરીકે ફરજ બજાવતા અને ભરૂચ એસિબિના છટકામાં લાંચ લેતા પકડાયેલા શખ્સની તપાસ પંચમહાલ એ.સી.બી.ને સોંપવામાં આવી છે

 ભરૂચ એ.સી.બી.પીઆઈ એસ.વી.વસાવા પાસેથી મળતી માહિતી અનુસાર પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ,સર્વે આર.એફ.ઓ.,નાયબ વન સંરક્ષકશની કચેરી.નર્મદા વન વિભાગએ સ્થળ પર જઈ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી તેમની ઉપલી કચેરી ખાતે મોકલવા માટે  રૂ।.૩૦, ૦૦૦ની લાંચની માંગણી કરેલી, પરંતુ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા એ.સી.બી. ભરૂચે લાંચના છટકાનું આયોજન કરતા આર.એફ. ઓ પરેશ પટેલે અને નિશાર રસુલ મેર, લાકડાનો છુટક ધંધો કરનાર (ખાનગી વ્યક્તિ)ને લાંચની રકમ આપવા જણાવતા બંને શખ્સોએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વિકારી પકડાઈ જતા ટ્રેપીંગ અધિકારી, એસ.વી. વસાવા, પી.આઇ., ભરુચ એસીબી પો.સ્ટે.નાઓએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ આ કેસની તપાસ પંચમહાલ એ.સી.બી.ને આપતા પંચમહાલ ટીમ સર્વે આર.એફ. ઓ ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે.

 

(10:32 pm IST)