Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજપીપળા દક્ષિણ ફળિયાની આંગણવાડીના નવા મકાન બાબતે અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી

આંગણવાડીના મકાનની જર્જરિત હાલત અને ગંદકી બાબતે સ્થાનિક યુવક ઈકરામ મલેક દ્વારા 2019 થી મકાનને નવું બનાવવા માંગણી કરવામાં આવી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા દક્ષિણ ફળિયાની આંગણવાડીના નવા મકાન માટે સ્થળ પસંદગી માટે સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન અને CDPO હેમાંગી બેન દ્વારા આજે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અને હાજર રહેલા વાલીઓ પાસેથી જગ્યાની પસંદગી બાબતે અભિપ્રાય લેવામાં આવ્યા હતા.
  દક્ષિણ ફળિયા કાળકામાતા મંદિર પાસે આવેલી બાળ આંગણવાડીના મકાનની જર્જરિત હાલત અને ગંદકી બાબતે સ્થાનિક યુવક ઈકરામ મલેક દ્વારા 2019થી આ મકાન ને નવું બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી, તેમજ જુના મકાનમા 12 વર્ષથી પીવાના પાણીનું કનેક્શન સુદ્ધાંનો હતું.સાથે સાથે આ મકાનની આજુ બાજુ ગંદકી અને અંધારીયું અને હવા ઉજાસ વગર નું હોઈ નાના બાળકની હાલત કફોડી બનતી હોય એમના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડતી હોવાથી  આંગણવાડીનું મકાન અન્યત્ર ખેસડવાની પણ માંગ લાંબા સમય થી કરવામાં આવી હતી.
  આમ સંકલિત બાળ વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા આ માંગણીને ધ્યાને લઈ આંગણવાડી નું નવુ મકાન બનાવવાની દરખાસ્ત કરાઈ હતી જે મંજુર થતાં વાલીઓમા આનંદ પ્રવર્તી રહ્યો છે. આમ સ્થાનિક યુવાન ઇકરામ મલિકની આ માંગ બાદ હવે સ્થાનિક બાળકો ને યોગ્ય અને નવી આંગણવાડીનો ટુંક સમયમાં લાભ મળશે

(10:32 pm IST)