Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ખેરના લાકડા ટ્રેક્ટરમાં વાહતુક કરતા બે શખ્સોને વાગેથા ગામથી રાજપીપળા રેન્જ ટીમે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રેન્જ ટીમે બાતમીના આધારે વાગેથા ગામની સીમ માથી ખેરના લાકડા સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા

 પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા રેન્જ ઓફિસના સ્ટાફને મળેલી બાતમીના આધારે વાગેથા ગામની કાળી ભોય સીમના રેવન્યુ - સર્વે નંબર-૩૭૪ માથી નંબર વગરના ટ્રેકટર મારફતે વાહતુક કરતા બે શખ્સોને છાલ કાઢેલા ખેરના 57 નંગ લાકડા જેની કિંમત આશરે 40 હજાર સાથે પકડી પાડી રાજપીપળા રેન્જ ઓફિસ ખાતે ટ્રેકટર અને લાકડાનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.હાલમાં લાકડા અને ટ્રેકટર મળી કુલ મુદ્દામાલ કેટલા રૂપિયાનો છે એ બાબતે રાજપીપળા રેંજની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

 

(10:33 pm IST)