Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

નર્મદા જિલ્લાનુ ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 52.89 ટકાપરિણામ: વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ જોવા મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ 2022 ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.પરિણામની દ્વષ્ટિએ ગુજરાતના 36 જિલ્લાઓમાંથી નર્મદા જિલ્લો 30 માં ક્રમે આવ્યો છે.નર્મદા જિલ્લાનું 52.89 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જિલ્લાના વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો છે. રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલના 46 વિદ્યાર્થીઓ માંથી 31 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા એમની શાળાનું 67.39 ટકા પરિણામ જાહેર થયું છે.
નર્મદા જિલ્લાના રાજપીપલા અને ડેડિયાપાડા કેન્દ્ર પર લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 726 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 384 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.રાજપીપલા કેન્દ્રમાં 510 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 265 વિદ્યાર્થીઓ પાસ થતાં 52.17 ટકા પરિણામ જ્યારે ડેડિયાપાડા કેન્દ્રમાં 206 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 114 વિદ્યાર્થીઓ પાસ થતાં 55.88 ટકા પરિણામ જાહેર થયું છે.ગ્રેડ પર નજર કરીએ તો નર્મદા જિલ્લામાં એ 1 ગ્રેડમાં 01, એ 2 ગ્રેડમાં 01, બી 1 ગ્રેડમાં 13, બી 2 ગ્રેડમાં 37, સી 1 ગ્રેડમાં 101, સી 2 ગ્રેડમાં 173, ડી ગ્રેડમાં 58 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

(10:34 pm IST)