Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગરુડેશ્વર તાલુકાના માણકુવા ગામેથી જુગાર રમતા 12 શખ્સોને 11,0,70 માં મુદ્દામાલ સાથે ગરુડેશ્વર પોલીસે ઝડપી પાડયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે પોલીસ અધીક્ષક નર્મદા નાઓએ જીલ્લામાં બનતી પ્રોહી / જુગાર ની ગે.કા પ્રવૃતિ સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અંગે પરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસધાને એમ.બી ચૌહાણ પોલીસ સબ ઈન્સ ગરૂડેશ્વર પોસ્ટ નાઓને બાતમી મળેલ કે માણકુવા ગામે ખુલ્લા ખેતરમાં આવેલ આંબલીના ઝાડ નીચે કેટલાક ઈસમો પત્તા પાના વડે પૈસાથી જુગાર રમે છે જે બાતમીથી પોલીસ સ્ટાફ તથા પંચોના માણસો સાથે પ્રાઈવેટ વાહન લઈ આ જગ્યા કોર્ડન કરી રેઈડ કરતા ( ૧ ) અશોકભાઈ બચુભાઈ ભીલ ( ૨ ) પ્રેમાભાઈ કચરાભાઈ ભીલ ( ૩ ) અમરતભાઈ પરસોત્તમભાઈ ભીલ ( ૪ ) રવિદાસ ભાઈ રસીકભાઈ ભીલ ( ૫ ) શૈલેષભાઈ ઉર્ફે અકાભાઈ પાંચીયાભાઈ ભીલ ( ૬ ) બાબુભાઈ હીરાભાઈ ભીલ . ( ૭ ) શંકરભાઈ હીરાભાઈ ભીલ ( ૮ ) વિજયભાઈ શંકરભાઈ ભીલ (૯)ભરતભાઈ રૂમજીભાઈ ભીલ ( ૧૦ ) નરેશભાઈ રસીકભાઈ ભીલ ર્મદા ( ૧૧ ) નરેશભાઈ હસમુખભાઈ ભીલ ( ૧૨ ) પ્રવિણભાઈ પુનાભાઈ ભીલ( ઉ.વ ૨૮) ( તમામ રહે માણકુવા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )પકડાય ગયા હતા આ તમામ ઈસમોની અંગ ઝડતીના કુલ્લે રૂપિયા ૮૫૦૦ની દાવ ઉપરના કિરૂ ૨૫૭૦ મળી કુલ્લે રૂપીયા ૧૧૦૭૦ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે

(10:35 pm IST)