Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આંતર રાજ્ય ડ્રગ્સને હેરાફેરીનો પર્દાફાશ : મહિસાગરના કોઠબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનમાંથી ડ્રગ્સ ઝડપાયું

રાજસ્થાન તરફથી બોલેરો પીક-અપની ચેસિસમાં ડ્રગ્સ છૂપાવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યુ હતું.

અમદાવાદ : ગુજરાતમાં અત્યાર સુધીના દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી બાદ હવે આંતર રાજ્ય ડ્રગ્સને હેરાફેરીનો પર્દાફાશ થયો છે.મહિસાગરના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વાહનમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. રાજસ્થાન તરફથી બોલેરો પીક-અપની ચેસિસમાં ડ્રગ્સ છૂપાવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યુ  હતું.

જોકે મહિસાગર એલસીબી પોલીસે ડ્રગ્સના જથ્થા , પીક-અપ વાન તેમજ આરોપીની ધરપકડ કરી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો શખ્સ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઇ જતો હતો તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલો શખ્સ કેટલાય ગુનામાં સંડોવાયેલ ભેજાબાજ આરોપી છે. એલસીબી પોલીસે કયા પ્રકારનું ડ્રગ્સ છે તન ઓળખ માટે એફએસએલની પણ મદદ લીધી છે.

(10:50 pm IST)