Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આગામી 12 જૂને PSIની પરીક્ષા :પેપર-1 ગુજરાતી અને પેપર-2 અંગ્રેજી ભાષાની પરીક્ષા લેવાશે

19 જૂને પેપર-3 સામાન્ય જ્ઞાન અને પેપર-4 કાયદાકીય બાબતનું હશે: PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે પરીક્ષા વિશે માહિતી આપી

અમદાવાદ : PSIની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 12 જૂને PSIની પરીક્ષા  યોજાનાર છે. 12 જૂન રવિવારે પેપર-1 ગુજરાતી અને પેપર-2 અંગ્રેજી ભાષાની પરીક્ષા લેવામાં આવશે. જયારે 19 જૂને પેપર-3 સામાન્ય જ્ઞાન અને પેપર-4 કાયદાકીય બાબતનું હશે. PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે પરીક્ષા વિશે માહિતી આપી હતી.

(12:01 am IST)