Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અમદાવાદમાં ગેરકાયદે બોર બનાવી 150 મકાનોમાં પાણી સપ્લાયનું કૌભાંડ ઝડપાયું : યુવકની ધરપકડ

ફિરોઝ પઠાણ ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદે બોર બનાવીને 150 ઘરમાં પાણી સપ્લાયનું કૌભાંડ ચલાવતો :આરોપી ફિરોઝ 7 વર્ષ પહેલાં એક બોર બનાવી ઘરદીઠ પાણી સપ્લાય કરવાના મહિને રૂપિયા 550 લેતો હતો

અમદાવાદ :ગેરકાયદે બોર બનાવી આસપાસની સોસાયટીઓના 150 મકાનોમાં પાણી સપ્લાયનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું છે. ગેરકાયદે બોર બનાવીને પાણી સપ્લાય કરનાર યુવકની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. કોણ છે આ પાણીનો સોદાગર જે ગેરકાયદે પાણીની કરી રહ્યો હતો સપ્લાય, જોઈએ આ અહેવાલમાં. પોલીસ ગિરફતમાં ઉભો ફિરોઝ પઠાણ ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદે બોર બનાવીને 150 ઘરમાં પાણી સપ્લાયનું કૌભાંડ ચલાવતો હતો. આરોપી ફિરોઝ 7 વર્ષ પહેલાં એક બોર બનાવી ઘરદીઠ પાણી સપ્લાય કરવાના મહિને રૂપિયા 550 લેતો હતો.

આમ ફિરોઝ અત્યાર સુધી ગેરકાયદે પાણી સપ્લાય કરીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. મંગળવારની રાત્રે ગેરકાયદે ચાલતા કતલખાના વિશે મળેલી બાતમીના આધારે સરખેજ પોલીસ સ્ટાફ કોમ્બિગમાં નીકળ્યા હતા. આ દરમિયાન ગુલશનનગર આરસીસી રોડ પરથી પસાર થતા હતા. ત્યારે એક ઓફીસ બહાર મસમોટો બોર બનાવેલો હતો. પોલીસને શકા જતાં તપાસ કરતા મજૂરી વગર ગેરકાયદે બોર બનાવ્યો હતો જેમાં વધુ તપાસ કરતા ગેરકાયદે બોર મારફતે પાણી સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું હતું.

પકડાયેલ આરોપી ફિરોઝ પઠાણની પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, ગેરકાયદે બોર મારફતે ફતેવાડીના 150 જેટલા મકાનમાં પાણી કનેક્શન આપી ઘરદીઠ 550 રૂપિયા દરમહીને ફિરોઝ પૈસા ઉધરાવતો હતો. આરોપી ફિરોઝે ગેરકાયદે બોર બનાવ્યો હોવા અંગે પોલીસે મ્યુનિ.કોર્પોરેશનને જાણ કરી છે સાથે જ બોરમાંથી પાણી ખેંચવા અને પાણી સપ્લાય કરવા માટે ફિરોઝે ગેરકાયદે વીજ જોડાણ લીધાં હોવાથી આ અંગે ટોરેન્ટને જાણ કરી છે.

પોલીસ પ્રાથમિક તપાસમાં આરોપી ફિરોઝે અત્યાર સુધીમાં લોકો પાસે રૂપિયા 70 લાખ ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી ફિરોઝ વિરુદ્ધ અગાઉ ગેરકાયદે વીજચોરી કૌભાંડ ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે સરખેજ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

(12:08 am IST)