Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ડૉક્ટર્સ બાદ 100થી વધુ અધ્યાપકો જોડાશે ભાજપમાં: કાલે કેસરિયો ખેસ ધારણ કરશે

ચૂંટણી પહેલા ભાજપનો બુદ્ધિજીવી વર્ગને જોડવાના પ્રયાસ:ડૉક્ટર બાદ અધ્યાપકો ભાજપમાં જોડાશે

અમદાવાદ :  વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળા યથાવત્ છે. ભાજપમાં વિવિધ નેતાઓ અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપનો બુદ્ધિજીવી વર્ગને જોડવાના પ્રયાસ છે. ડૉક્ટર બાદ અધ્યાપકો ભાજપમાં જોડાશે. પ્રધાનમંત્રીની અપીલ બાદ પ્રદેશ ભાજપે કમરકસી છે. ત્યારે 100થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાશે.પીએમ મોદીએ અધ્યપકો વકીલો અને તબીબોને ભાજપમાં જોડાવા અપીલ કરી હતી. 2022ની ચૂંટણી પહેલા ભાજપનો ભરતીમેળો પ્રબળ બન્યો છે.

9 મેના રોજ ગાંધીનગરના કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં 200થી વધુ નામાંકીત તબીબો ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સિવિલમાંથી રાજીનામું આપનારા તબીબો સહિત અન્ય ડૉક્ટરો ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ તબીબોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. સિવિલમાંથી રાજીનામું આપનારા પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વી.જે. મોદી, પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓએસડી ડો. પ્રભાકર તેમજ બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. પ્રણય શાહ ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.

(12:17 am IST)