Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

નડિયાદના યુવકનું બ્રેઇન ડેડ થતા પિતાએ પુત્રના અંગો દાન કરીને પાંચ લોકોને નવું જીવન આપ્યું

સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા સામાજિક સંસ્થા દ્વારા નિગમભાઈના માતા પિતાને અંગ દાન કરવા સમજાવતાં નિગમભાઈના માતા-પિતાએ અત્યંત મહત્વનો નિર્ણય લઈને તેમાં પોતાની સહમતી આપી

નડિયાદમાં એક વ્યક્તિનું બ્રેઇન સ્ટ્રોકના હૂમલાથી મોત થતા તેમના અંગદાનથી 5 લોકોને નવુ જીવન મળ્યું છે.

મુળ અમદાવાદના અને નડિયાદ પશ્ચિમમા નહેર પાસે આવેલા અનેરી હાઈટ્સ A1-903માં રહેતા 36 વર્ષિય નીગમ બિપીનભાઇ સિદ્ધપુરાને પરમ દિવસે સાંજે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. જેમાં તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા સામાજિક સંસ્થા દ્વારા નિગમભાઈના માતા પિતાને અંગ દાન કરવા સમજાવતાં નિગમભાઈના માતા-પિતાએ અત્યંત મહત્વનો નિર્ણય લઈને તેમાં પોતાની સહમતી આપી હતી. જેમાં નિગમભાઈની બે કિડની, લિવર અને હૃદય જેવા મહત્વના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તેમનું હૃદય મુંબઇ સ્થિત વ્યક્તિના શરીરમાં બેસાડી પણ દેવામાં આવ્યું છે. તેમના આ નિર્ણયના લીધે પાંચ વ્યક્તિઓનું નવ જીવન મળ્યું છે.

(12:54 am IST)