Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ટ્રાફિક કર્મચારીને રિક્ષા ચાલકે લાફા ઝીંકી દીધા: વીડિયો ખુબ વાયરલ

અગાઉ નરોડામાં પોલીસ કર્મચારીને દોડાવી દોડાવીને માર્યા હતા

અમદાવાદ : છેલ્લા લાંબા સમયથી પોલીસ પર હૂમલાની ઘટનાઓમાં ખુબ જ મોટો ઉછાળો આવ્યો છે. થોડા સમય અગાઉ નરોડામાં પોલીસ કર્મચારીને દોડાવી દોડાવીને માર્યા હતા. ત્યારે હવે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં એક ટ્રાફિક કર્મચારીને રિક્ષા ચાલકે લાફા ઝીંકી દીધાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.શહેરના જમાલપુર વિસ્તારમાં એક ટ્રાફિક કર્મચારીને રિક્ષા ચાલકે બે લાફા ઝીંકી દીધાનો વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.

(1:07 am IST)