Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં ગુજરાતની દિકરી કરશે ભારતનું પ્રતિનિધિત્વ

ભારતના નવ જેટલા ખેલાડીઓ ભાગ લેશે તેમાં ગુજરાતની એકમાત્ર મનીષા વાળા

અમદાવાદ :  આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં ગુજરાતની દિકરી ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દુનિયાભરના 48 દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારતના નવ જેટલા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે તેમાં ગુજરાતની એકમાત્ર મનીષા વાળા છે, ભારે સંઘર્ષ બાદ આગળ આવેલી મનીષા કહે છે કે, કોઇપણ ખેલાડીનું દેશને રિપ્રેઝન્ટ કરવાનું સ્વપ્ન હોય છે

(1:11 am IST)