Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગુજરાત યુનીવર્સીટી દ્વારા ઓફ લાઈન પરીક્ષાની જાહેર કરાઈ :27 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ

વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અને હોલ ટિકીટ વેબસાઈટ પર મૂકવામાં આવી

અમદાવાદ :  ગુજરાત યુનીવર્સીટી દ્વારા ઓફ લાઈન પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જે વિધાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ન આપી શક્યા હોય તેવા વિધાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.

BA, B.COM, BBA, BCA, BSC કોર્ષની સેમ 6 ની આગામી જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. જયારે MA, M.COM, MSW, LLB, B.ED સહિતના કોર્ષની સેમ 4ની પરીક્ષા પણ 27 જુલાઈથી ઓફલાઈન લેવામાં આવશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અને હોલ ટિકીટ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. અને તે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જાતે મેળવી લેવાની રહેશે.

(4:56 pm IST)