Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રાજ્યનાં 184 તાલુકામાં મેઘરાજાની પધરામણી : સૌથી વધુ મેંદરડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ શહેરમાં 3.5 ઇંચ ,નડિયાદ ,ભૂજ , લાલપુર કુતિયાણા અને ધાનેરા તાલુકામાં 3-3 ઇંચ વરસાદ :લખતર અને રાધનપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ: 43 તાલુકામાં 1 થી 2 ઇંચ તેમજ 123 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

અમદાવાદ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે અમદાવાદ શહેરમાં 3.5 ઇંચ વરસાદ તેમજ  નડિયાદ અને ભૂજ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ ઉપરાંત લાલપુર કુતિયાણા અને ધાનેરા તાલુકામાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે જયારે  લખતર અને રાધનપુર તાલુકામાં 2.5-2.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને  બગસરા સરસ્વતી ધંધુકા સમી તાલુકામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે  ધોળકા શંખેશ્વર અને સાયલા તાલુકામાં 2-2 ઇંચ વરસાદ  તેમજ  પાટણ તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે જયારે  43 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તેમજ  123 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે

(10:14 am IST)