Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતમાં નર્મદા જિલ્લા પ્રદેશ કારોબારી અને જિલ્લા સંયોજકની જાહેરાત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનું 53મુ પ્રદેશ અધિવેશન ભુજ ખાતે સંપન્ન થયું આ અધિવેશનમાં ગુજરાત ભરથી અભાવીપના વિદ્યાર્થી પ્રતિનિધિ,પ્રધ્યાપકો તથા શિક્ષણવિદોએ ભાગ લીધો,આ ત્રિદિવસીય અધિવેશનમાં વિવિધ સામાજિક તથા શૈક્ષણિક મુદ્દાઓ ઉપર પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા તથા અભાવીપની પ્રદેશ કારોબારી ઘોષણા કરવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લામાંથી જાગૃતીબેન તડવી અને યસસિંહ વાળાને પ્રદેશ કારોબારીમાં સ્થાન મળ્યું છે. નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિક દવેની જિલ્લા સંયોજક તરીકે ઘોષણા કરવામાં આવી હતી.

(10:47 pm IST)