Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વડોદરાના ગોત્રી વિસ્તારના એપાર્ટમેંટનાં પાંચમાં માળેથી ઝંપલાવી વિધાર્થીની આત્મહત્યા:ચકચાર

સગીર વયનો વિદ્યાર્થી M.S. યૂનિ.માં અભ્યાસ કરતો હતો: આત્મહત્યાનું રહસ્ય અકબંધ

વડોદરામાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.સગીર વયના વિદ્યાર્થીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પન્તર્ક વિતર્ક ચાલી રહ્યા છે . વડોદરામાં 17 વર્ષના મયુર શીર્ષદ નામના વિદ્યાર્થીએ ગોત્રી વિસ્તારના એક એપાર્ટમેંટનાં પાંચમાં માળે થી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. 

મળતી માહિતી પ્રમાણે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા  શિવાલય હાઇટ્સનાં D બ્લોક બિલ્ડીંગનાં પાંચમાં માળેથી 17 વર્ષના મયુર શીર્ષદ નામના વિદ્યાર્થીએ આપઘાત કરતાં સ્થાનિકો એકત્રિત થઇ ગયા હતા. આ પૂર્વે તેમણે પોતાના મિત્રોને મળવા બોલાવ્યા હતા.પરંતુ, મિત્રો આવી પહોચે તે પહેલા જ આત્યંતિક પગલું ભરીને મોત વહાલું કર્યું હતું. આ વિદ્યાર્થી એમ.એસ યુનિ.માં અભ્યાસ કરતો હતો. ઘટના બાદ, પોલીસે તપાસ હાથ ધરી છે 

(11:12 pm IST)