Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મોજશોખ પૂરા કરવા માટે બુલેટ ચોરી કરતા એક એમબીએ પાસ બેરોજગાર ફરતા યુવકની ધરપકડ

અમદાવાદના એસ.જી હાઇવે પરથી 3 બુલેટ બાઈક ઉઠાવ્યા હતા: સુરેન્દ્રનગરના દસાડાના ધામા ગામના યુવક અશોક ઠાકોરને મહેસાણા એલસીબી પોલીસે કડીનાં બલાસર કેનાલ પરથી ઝડપી લીધો

મહેસાણા એલસીબી પોલીસ દ્વારા પોતાના મોજશોખ પૂરા કરવા માટે બુલેટ ચોરી કરતા એક એમબીએ પાસ કરીને બેરોજગાર ફરતા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ યુવક દ્વારા અમદાવાદના એસ.જી હાઇવે પરથી 3 બુલેટ બાઈક ઉઠાવ્યા હતા.

આ ઈસમ પાસેથી હાલમાં પોલીસ દ્વારા ત્રણ બુલેટ કબજે કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ધામા ગામના યુવક અશોક ઠાકોરને પોલીસ દ્વારા કડીનાં બલાસર કેનાલ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે 2.70 લાખના ત્રણ બુલેટ પણ કબજે કર્યા છે. આ યુવક દ્વારા યુ ટ્યુબમાંથી લોક તોડવાની કળા શીખ્યો હતો અને 2019માં તે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં KTM બાઈકની ચોરીના ગુનામાં ઝડપાયો હતો.

પોલીસ દ્વારા હાલમાં આ ઇસમને ઝડપી પાડી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે યુવક પાસેથી GJ27 Df 0547, GJ UV 2898, અને Gj01-LU5708 નંબર પ્લેટવાળી બુલેટ કબજે કરી લેવામાં આવ્યા છે.

(12:08 pm IST)