Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

આણંદમાં પાન-બીડીના ગળા પર તોલમાપ વિભાગના દરોડા:10 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યા

વલ્લભવિદ્યાનગર : આણંદ શહેરમાં ગતરોજ પોશ વિસ્તારોમાં આવેલા પાન બીડીના ગલ્લા અને વિક્રેતાઓને ત્યાં તોલમાપ વિભાગે દરોડા કરીને આકશ્મીક તપાસ હાથ ધરાઇ હતી. જેમાં સમગ્ર દિવસ દરમિયાન ૧૦ દુકાનોમાં હાથ ધરાયેલી ચકાસણી પૈકી ૩ વેપારીઓ દ્વારા સિગારેટના બોક્ષ ઉપર પ્રિન્ટ ભાવ કરતા વધુ ભાવ લેતા હોવાનું ધ્યાન ઉપર આવ્યુ હતું. જેથી ત્રણેય દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરીને ૬ હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

થોડા સમય પુર્વે ગાંધીનગરની વડી કચેરી દ્વારા આદેશ કરવામાં આવતા તોલમાપ વિભાગે હાઇવે પરની હોટલોમાં રેડ કરી મેનુ મુજબ જથ્થો અને ભાવપત્રકની ચકાસણી કરી હતી જેમાં બે હોટલ -રેસ્ટોરન્ટમાં ખામી જણાય આવતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ લાંબા સમયના વિરામ બાદ તોલમાપ વિભાગે તમાકુ પ્રોડક્ટ અને તેમા ખાસ કરીને સિગારેટનું વેચાણ કરતા વેપારીઓ ઉપર શકંજો કસી સાગમટા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ શહેરમાં તોલમાપ વિભાગના અધિકારીની ટીમે જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાનના ગલ્લાઓમાં તપાસ હાથ ધરી હતી. ૩ વેપારીઓ દ્વારા સિગારેટના પેકેટના નિર્ધારીત ભાવ કરતા વધુ ભાવો લેતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવ્યુ હતું જેથી ટીમે ત્રણેય વેપારીઓ સામે વધુ ભાવ લેવા બદલ સ્થળ ઉપર જ ૬ હજારનો દંડ વસુલી કાર્યવાહી કરી છે જેને લઇને પાન ગલ્લા પાર્લરોમાં ફફળાટ ફેલાયો છે.

 

 

(6:19 pm IST)