Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સુરતના ડબગરવાડામાં પતિ સાથે પતંગની ખરીદી કરતી મહિલાના જેકેટમાંથી 25 હજારના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર

સુરત: પતંગ વેચાણ માટે જાણીતા સુરતના ડબગરવાડમાં મંગળવારે સાંજે પતિ સાથે પતંગ-દોરીની ખરીદી કરતી મહિલાના જેકેટમાંથી રૂ.25 હજારના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોટા વરાછા સુદામા ચોક ક્રિષ્ના પાર્ક સોસાયટી સી/1, 401 માં રહેતા 31 વર્ષીય પ્રિતેશભાઇ હસમુખભાઇ ગજ્જર વસ્તાદેવડી રોડ ખાતે હીરાની કંપનીમાં નોકરી કરે છે. મંગળવારે સાંજે તે પત્ની ખુશ્બુ સાથે પતંગ વેચાણ માટે જાણીતા સુરતના ડબગરવાડમાં પતંગ અને દોરીની ખરીદી માટે ગયા હતા. ખરીદી પહેલા તેમની પત્ની ખુશ્બુએ પોતાનો રૂ.25 હજારની કિંમતનો મોબાઈલ ફોન જેકેટના જમણા ખિસ્સામાં મુક્યો હતો. બંને જયેશ એન્ડ કંપનીમાંથી ખરીદી કરી અડધો કલાક બાદ બહાર નીકળ્યા ત્યારે ખુશ્બુના જેકેટના ખિસ્સામાં મોબાઈલ ફોન નહોતો. આ અંગે પ્રિતેશભાઇએ અજાણ્યા વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:21 pm IST)