Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સુરતના ભીમરાડ કેનાલ રોડ નજીક ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા વેપારીને યુવાને ઝડપી મોબાઈલ સહીત 20 હજારનો મુદામાલ જપ્ત કર્યો

સુરત:શહેરના ભીમરાડ કેનાલ રોડ સ્થિત સાંઇ એન્કલેવ પાસે જાહેરમાં ઉભા રહી બીગ બાસ ક્રિકેટ લીગની મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા વેપારી યુવાનને ઝડપી પાડી મોબાઇલ અને રોકડા રૂ. 20,700 મળી કુલ રૂ. 30,700 નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે ભીમરાડ કેનાલ રોડ સ્થિત સાંઇ એન્કલેવ પાસે જાહેરમાં એક યુવાન બીગ બાસ ક્રિકેટ લીગ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડે છે. જેના આધારે પોલીસે દરોડા પાડી સાંઇ એન્કલેવ પાસેથી રાજેન્દ્ર રતનલાલ કઠોટીયા (ઉ.વ. 34 રહે. સ્વપ્ન સૃષ્ટિ રેસીડન્સી, ભેસ્તાન-જીયાવ રોડ) ને ઝડપી પાડી તેનો મોબાઇલ ફોન ચેક કર્યો હતો. રાજેન્દ્રના મોબાઇલમાં ગુડલકએક્સ.કોમ નામની ઓનલાઇન સાઇટ પર 14હનુમાન2 નામના તેના આઇડી પરથી એડીલેટ સ્ટ્રાઇક અને બ્રિસબેન હીટ નામની ક્રિકેટ મેચ પર બોલ ટુ બોલ પર લાઇવ સ્કોર ઉપર રમતો હતો. આઇડીમાં હારજીતના ભાવ સાથે હિસાબ હતો. પોલીસે મોબાઇલ રૂ. 10,000 અને રોકડા રૂ. 20,700 મળી કુલ રૂ. 30,700 ની મત્તા કબ્જે લીધી હતી.

(6:22 pm IST)