Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વડોદરાના ઉમા ચાર રસ્તા નજીક પાર્ક કરેલ કારમાંથી લેપટોપ સહીત વોકીટોકી સહિતની મતા ઉઠાવી છૂમંતર....

વડોદરા: ઉમા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી કારમાંથી લેપટોપ તેમજ વોકીટોકી સહિતની મત્તા ઉઠાવગીરો લઇ ગયા હતાં.વાઘોડિયારોડ પર મઘુમાલતી કોમ્પ્લેક્સ ખાતે રહેતા નીતિન રાજેન્દ્રભાઇ શેઠ કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરે છે. તેઓ પોતાની ટાટા સફારી ગાડી લઇને તા.૪ના રોજ સવારે બાસ્કા ખાતે એલેમ્બિક કંપનીમાં જતા હતાં. ત્યાં જતા પહેલા અંબર કોમ્પ્લેક્સ સામે હાર્ડવેરનો સામાન લેવા માટે દુકાને ગયા હતાં. દુકાન પાસે ગાડી પાર્ક કરી નીતિનભાઇ શેઠ સામાનની ખરીદી કરીને પરત ફર્યા ત્યારે ગાડીનો પાછળનો દરવાજો ખુલ્લો જણાતા દરવાજો બંધ કરી તેઓ બાસ્કા ગયા હતાં.કંપનીમાં ગાડી પાર્ક કરી પાછળની સીટ પર મૂકેલ લેપટોપ તેમજ વોકીટોકી લેવા જતા તે સીટ પરથી ગાયબ જણાયા હતાં. આ વખતે તેમને ખ્યાલ આવ્યો કે હાર્ડવેરનો સામાન લેવા જતી વખતે કારનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો ત્યારે કોઇ ગઠિયો સીટ પર મૂકેલ લેપટોપ સહિતનો સામાન ઉઠાવી ગયો હતો. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:23 pm IST)