Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વડોદરાના ઉંડેરા સર્કલ નજીક જાહેરમાં મારૂતીવાન ઉભી રાખી દારૂની મહેફીલ માણતી ત્રિપુટીને ઝડપી પોલીસે જેલ હવાલે કર્યા

વડોદરા:શહેરનાઊંડેરા સર્કલ પાસે જાહેરમાં મારૂતિવાન ઉભી રાખી દારૂની મહેફિલ માણી રહેલી ત્રિપુટીને નશાની હાલતમાં જવાહરનગર પોલીસે ઝડપી પાડી ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

જવાહર નગર પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે , ઊંડેરા સર્કલ પાસે ખાણીપીણીની લારીઓ પાસે ત્રણ શખ્સો મારૂતિ વાનમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી કારમાં સવાર સદ્દામશા ગુલાબસા દિવાન, રાજ બિજેન્દ્રકુમાર નિશાદ અને ધર્મેન્દ્ર રામસુભાગ તિવારી ( ત્રણેવ રહે - પંચવટી સોસાયટી, ગોરવા, વડોદરા)ને નશાની હાલતમાં ઝડપી પાડયા હતા. તેઓની પાસેથી દારૂની એક અડધી બોટલ, સોડા ,પાણી , ગ્લાસ મળી આવ્યા હતા. પોલીસે મારૂતિ વાન સહિત ૫૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.

(6:12 pm IST)