Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

અમદાવાદમાં પોલીસે કેજરીવાલની રીક્ષા સવારી રોકી : કહ્યું - સુરક્ષાને ધ્યાનમાં રાખી રિક્ષામાં ન જવા દેવાય

કેજરીવાલે કહ્યું મને અત્યારે તમારી સુરક્ષા નથી જોઈતી. ઉપરવાળો મારુ રક્ષણ કરી રહ્યો છે.

અમદાવાદ : આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ રિક્ષા ચાલકના ઘરે જમવા જવાનો વાયદો પૂરો કરવા માટે બહાર આવ્યા હતા. આ દરમિયાન તેમણે રિક્ષામાં સવારી કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ પોલીસ અધિકારીઓએ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અટકાવ્યા છે. જોકે આ દરમિયાન કેજરીવાલે પોતાની સુરક્ષાની ગેરન્ટી જાતે જ લઈ લીધી હતી. પોલીસને રિક્ષા સવારી કરવા દેવા અપિલ કરી હતી. ત્યારે તેમણે પોતાની સુરક્ષા જાતે કરી શકે છે એવી વાત ઉચ્ચારી દીધી હતી.

અરવિંદ કેજરીવાલ પોતે રિક્ષા સવારી કરીને ડ્રાઈવરના ઘરે જમવા જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને સુરક્ષાના કારણોસર અટકાવ્યા હતા. પોલીસનો મુદ્દો હતો કે તમારી સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય. એનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું મને અત્યારે તમારી સુરક્ષા નથી જોઈતી. ઉપરવાળો મારુ રક્ષણ કરી રહ્યો છે.

 
(9:06 pm IST)