Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

BTP અને આપનું તૂટ્યું ગઠબંધન : આપ સૌનો બાપ થવા માંગે છે એટલે ગઠબંધન તોડવું પડે : છોટુભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આપ સાથે ગઠબંધ તોડી બિટીપી હવે એકલા હાથે ચુંટણી લડશે એવો ખુલાસો જાતે બિટીપી સંયોજક અને આદિવાસીઓ મસીહા ગણાતા છોટુભાઈ વસાવાએ કર્યો છે. એમણે ખુલ્લો આક્ષેપ કર્યો કે આપ ભાજપનાં સહકારથી સૌનો બાપ બનવા જાય છે. એ અમે થવા દેવાના નથી અને એટલે અમે ગઠબંધન તોડી નાખ્યું છે.

તેમનું માનવું છે કે ટોપીવાળા જે લોકો છે એ અમારા પાઘડી વાળા પર જે ઝુલમ ગુજાર્યો છે અને હજુ જુલમ ગુજારવા માંગે છે પણ અમે પાઘડી વાળા ભેગા થઈને ટોપી વાળા નો વિરોધ કરવાના છે આ દેશમાં અમારા લોકો છે 12 થી 15 કરોડ આદિવાસી લોકો દેશમાં છે તો અમારી પાર્ટી અલગ કરવાની જ હતી માટે હવે અમે નવી રણનીતિ બનાવીશું અમારી સંપદા અમારો વિસ્તાર અમારી નદી અમારા ડુંગરો જો લુટતા હોય આ લોકો ટોપી પહેરીને કરે છે તો પાઘડી વાળા બચાવવાની ફરજ છે. આ લોકોએ પુરા દેશને બરબાદ કર્યાં છે આ ટોપીવાલે થી ચેતવા જેવું છે.આમ અડકરતી રીતે તેઓ એક હોય એમ મને લાગે છે. એટલે અમને ખબર પડી છે માટે અમે આપ સાથે ગઠબંધન નહીં કરીએ એવી સ્પષ્ટ વાત છોટુભાઈ એ અમારા પ્રતિનિધિ સાથેની મુલાકાત દરમિયાન કરી છે.

 

(10:48 pm IST)