Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

તરોપા હાઇસ્કુલ ખાતે આચાર્ય સંઘના પ્રમુખની અધ્યક્ષતામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : શ્રી આર એન દીક્ષિત હાઇસ્કુલ તરોપા ખાતે આર્યુવેદિક કોલેજ, આર્યુવેદિક હોસ્પિટલ રાજપીપળા તેમજ શ્રી આર એન દીક્ષિત હાઇસ્કુલ તરોપાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયું.હતું
 આ પ્રસંગે આર્યુવેદિક હોસ્પિટલના તબીબી અધિક્ષક  યોગેશભાઈ વસાવા, મેડિકલ ઓફિસર આકાશભાઈ મારુ, અશોકભાઈ અમીન,ઝરણાબેન પરમાર અને ફાર્માસિસ્ટ કનુભાઈ બારીયા એ સેવાઓ આપી હતી.  તરોપા અને આજુબાજુના ગામના 135 લોકોએ આર્યુવેદિક અને 54 જેટલા લોકોએ હોમિયોપેથિક કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે ડોક્ટર અશોકભાઈ અમીને આર્યુવેદિક અંગેના જ્ઞાનની ચર્ચા કરી હતી ડોક્ટર યોગેશભાઈ વસાવાએ કેમ્પ યોજવા પાછળનો આશય અને કાર્યક્રમના અધ્યક્ષ નિલેશકુમાર વસાવાએ આર્યુવેદ થી લાંબા ગાળાના રોગ કેવી રીત દૂર થાય એ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી.

 

(10:49 pm IST)