Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

મોટા આંબા ગામે નજીવી બાબતે મહિલાને માર મરનાર ગામના સરપંચ સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા આંબા ગામમાં નજીવી વાતે મહિલાને માર મારી ધમકી આપનાર ચાર સામે ગુનો દાખલ થયો છે

મળતી માહિતી મુજબ પારૂલબેન પિયુષભાઈ તડવી (રહે.મોટા આંબા) નાઓએ આપેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાના ઘરે થી મોટાઆંબા ગામની સ્કુલે આધાર કાર્ડ આપવા ગયેલા તે વખતે ( ૧ ) રેખાબેન મુકેશભાઇ તડવી નાઓ તથા ( ૨ ) ગામના સરપંચ નટવરભાઇ રણછોડભાઇ તડવી તથા ( 3 ) રમીલાબેન નટવરભાઇ તડવી તથા ( ૪ ) રસીકભાઇ મહેન્દ્રભાઇ તડવીનાઓ તેમને ગમે તેવી ગાળો બોલી કહેવા લાગેલ કે “ તુ વધારે ભણેલી છે એટલે તુ વધારે હોસીયારી મારે છે . અને તુ તારી હોસીયારી તારા સમારીયામા બતાવજે અને આ અમારો રસ્તો છે અને આ રસ્તા પરથી તારે આવવાનુ નથી અને જો તુ આવીસ તો તારા ટાંટીયા ભાંગી નાખીસ , અને તુ ગણપતિ વિસર્જનમા અમારી સામે હાથ લાંબા કરી કેમ નાચતી હતી અને આ રસ્તા પરથી તારે આવવાનુ નથી અને જો તુ આવીસ તો તારા ટાંટીયા ભાંગી નાખીસ ” તેમ કહી મને મન ફાવે તેવી ગાળો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો છે.

 

(10:52 pm IST)