Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ઝુંડા એગ્રિકલચર ફીડર પર વીજ પુરવઠો નિયમિત કરવા બાબતે ખેડૂતોએ કલેકટરને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ખેડૂતોએ અગ્રિકલચર વીજ પુરવઠો નિયમિત મળે તે માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે

સેંગપુરા,સુરજવડ ફૂલવાડી સહિતના ગામોનાં ખેડૂતોએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ તેઓ આ ગામોમાં ખેતી કરે છે તેમના મહામુલ્ય પાકોનુ વાવેતર કર્યું છે . પંદરેક દિવસથી વરસાદ નથી માટે ખેડૂતોએ કૂવા અને ટ્યુબવેલ દ્વારા પાણી લઈ ખેતી કરવી પડતી હોય પરંતુ દક્ષીણ ગુજરાત વિજ કંપની એ અમારા ઝૂંડા ફીડર પર છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો આપ્યો ન હોય ફરિયાદ કર્યા બાદ બે કલાક વીજળી મળે છે અને વીજ કંપની માથી એમ જણાવે છે મે તમારા વિસ્તારમાં આવેલા વીજ પોલ પર ચડેલ વેલા ડાળીઓ જાતે કપાવી નાંખશો તો તમને નિયમિત વીજળી મળશે માટે અમારા વિસ્તારમાં ખેતી લાયક વીજ પુરવઠો નિયમિત મળે તેવી વ્યવસ્થા કરાવી આપવા નર્મદા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી ખેડૂતો એ રજૂઆત કરી છે.

 

(10:55 pm IST)