Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આઇડીએફ વર્લ્‍ડ ડેરી સમિટનું સોમવારે નરેન્‍દ્રભાઇના હસ્‍તે ઉદ્‌ઘાટન

વૈヘકિ દૂધ ઉત્‍પાદનમાં ભારતનો હિસ્‍સો ૨૩ ટકા, ૮ કરોડ ડેરી ખેડુતો વાર્ષિક ૨૧૦ મેટ્રિક ટન ઉત્‍પાદન

(કેતન ખત્રી) અમદાવાદઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ‘ડેરી ફોર પોષણ અને આજીવિકા માટે'ની થીમ પર કેન્‍દ્રિત વૈヘકિ અને ભારતીય ડેરી ઉદ્યોગના અગ્રણીઓ, નિષ્‍ણાતો, ખેડૂતો અને નીતિ આયોજકોનું એક મંડળ આઇડીએફ વર્લ્‍ડ ડેરી સમિટનું તા.૧૨ ના ગ્રેટર નોઇડામાં ઉદ્ધાટન કરેલ. ભારતમાં ૮ કરોડથી વધુ ડેરી ખેડૂતોની પ્રબળ બહુમતી નાના અને સીમાંત ખેડૂતોની છે (સરેરાશ ૨ ગોવાળિયા ધરાવે છે) જે તેને વાર્ષિક ૨૧૦ મેટ્રિક ટનથી વધુ ઉત્‍પાદન સાથે વિશ્વનો નંબર વન ડેરી રાષ્‍ટ્ર બનાવે છે. ડબલ્‍યુડીએસની આ આવૃતિની વિશેષતા એ છે કે કોન્‍ફરન્‍સને કાર્બન ન્‍યુટ્રલ  ઇવેન્‍ટ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. સમિટમાં ‘‘પોષણ અને આજીવિકા માટે ડેરી'' થીમ પર કેન્‍દ્રિત ૨૪ સત્રો હશે જેમાં ડેરીના વિવિધ પાસાઓ આવરી લેવામાં આવશે.

કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, અને મત્‍સ્‍યોદ્યોગ પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, આ સમિટને સંબોધિત કરેલ.

(12:03 pm IST)