Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડનો આઈપીઓ કાલે ખુલશે, ૧૬મીએ બંધ

 (કેતન ખત્રી), અમદાવાદઃ  અમદાવાદ સ્થિત હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા તેમની પ્રથમ પબ્લિક ઓફર માટે પ્રત્યેક ઇકિવટી શેર માટે રૂા.૩૧૪ થી રૂા.૩૩૦ સુધીની પ્રાઇઝ બેન્ડ નકકી કરવામાં આવી છે. કંપનીનો ઇનિશિઅલ પબ્લિક ઓફરિંગ બુધવાર, ૧૪ સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને શુક્રવાર, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા ૪૫ ઇકિવટી શેર અને ત્યારપછી ૪૫ ઇકિવટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે.આ ઓફરમાં એકંદરે રૂ. ૪૫૫ કરોડના નવા ઇકિવટી શેર અને હાલમાં શેરધારકો પાસે રહેલા ઇકિવટી શેર માટે રૂ. ૩૦૦ કરોડ સુધીની ઓફર ફોર સેલ સામેલ છે.હર્ષા ગ્રૂપની સ્થાપના ૧૯૮૬માં કંપનીના સ્થાપક અને પ્રમોટર હરિષ રંગવાલા અને રાજેન્દ્ર શાહ દ્વારા કરવામાં આવી હતી અને બંને પ્રિસિઝન એન્જિનિયરિંગ તેમજ બેરિંગ કેજ ઉત્પાદનના ક્ષેત્રમાં ૩૫ વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે, જે પ્રાથમિકરૂપે ઓટોમોટીવ, રેલવે, ઉડ્ડયન અને એરોસ્પેસ, બાંધકામ, ખાણકામ, ઇલેકિટ્રલ અને ઇલેકટ્રોનિકસ, રિન્યૂએબલ ઉર્જા અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(12:37 pm IST)