Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગુજરાતમાં ઠેર ઠેર ધમધોકાર વરસાદ

ᅠરેલવે ટ્રેક પર પાણી ભરાતા મહુવા-સુરત પેસેન્‍જર ટ્રેન દોઢ કલાક મોડી પડી : બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા ચારેક દિવસથીᅠ ધોધમાર વરસાદ પડી રહ્યો છે :ᅠ નવસારી પોલીસ સ્‍ટેશનમાંᅠ પાણી ભરાયા : ધોધમાર વરસાદના પગલે ટ્રેન રોકવી પડી : લીલીયા રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા પીપાવાવ સુરેન્‍દ્રનગર બોટાદ અમદાવાદનો રેલ વ્‍યવહાર બાધિત થયો :ᅠઅમરેલી જિલ્લામાં બપોરે ૨ થી રાત્રે ૧૦ સુધી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી : અમરેલીમાં ૫ ઇંચ, ખાંભાᅠ ધારી બગસરા બાબરા રાજુલામાં ૧ થી ૩ ઇંચ વરસાદ પડ્‍યો : રાત્રે ૮ થી ૧૦ વચ્‍ચે જુનાગઢના મેંદરડા વિસ્‍તારમાં સૌથી વધુ ૩ ઇંચ, જુનાગઢᅠ તથા ભેસાણમાં ૨ ઇંચ પડ્‍યો

(1:14 pm IST)