Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ઠાકોરજીને ગંગા જળથી અભિષેક કરી, સ્નાન કરી બદ્રિ-કેદાર ૪૭૫ કિલોમીટર પદયાત્રાનું પ્રસ્થાન કરતા SGVP ગુરુકુલના સંતો, ઋષિકુમારો સહિત 16 હરિભકતો

અમદાવાદ તા.૧૨ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP ગુરુકુલની ગૌશાળામાં સેવા કરતા શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામી અને ભક્તિપ્રિયદાસજી સ્વામી અને શામજી ભગતની આગેવાની નીચે બદ્રીનાથ કેદારનાથની ૪૭૫ કી.મી.ની પગપાળા યાત્રાના આયોજનમાં SGVP ગુરુકુલના સંતો, ઋષિકુમારો સહિત 16 હરિભકતો જોડાયા છે. તા.૧૨ સપ્ટેમ્બરના રોજ હરિદ્વારથી ઠાકોરજીને ગંગાજળથી અભિષેક કરી, સ્નાન કરી પદયાત્રા શરૂ કરવામાં આવેલ છે.
બદ્રી-કેદારનાથની પદયાત્રા અતિશય કઠિન હોય છે. હિમાલયમાં સતત વરસાદ, પહાડ ઉપરથી વારંવાર પત્થરોનું પડવું, કાતિલ ઠંડી, દિવસે ગરમી, આવી પરિસ્થિતિમાં પદયાત્રા અતિશય કઠિન હોય છે. પણ મનથી દ્રઢ સંકલ્પ કરનારને આવી કઠિનતા નડતી નથી
આ પદયાત્રામાં શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામી સાથે જોડાનાર સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી, શામજી ભગત, ઋષિકેશદાસજી સ્વામી, વડતાલથી જયેન્દ્રપ્રસાદજી સ્વામી, ઋષિકેશના શ્રી સચ્ચિદાનંદજી સરસ્વતીજી, ઋષિકુમાર ચિરાગ જોષી, આશુતોષ મહેતા, ભાવિન ત્રિવેદી, અજય મહારાજ,  તુષાર વ્યાસ, સહજ ખુંટ, અશ્વિનભાઇ દુધાત, પરબતભાઇ પરમાર, મુકેશભાઇ વગેરે જોડાયા છે.                                                                              

 

(1:04 pm IST)