Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આજે રાજકોટ સીપી, આઈજી સહિત ૭ શહેરોના ટોચના અધિકારીઓ સાથે તાદીકની V.C.

ચૂંટણી અંતર્ગત મહાનુભાવોના આગમન વચ્ચે રાજકોટ, ભાવનગર સહિત ૭ શહેરમાં નેશનલ ગેમ આયોજન, વડાપ્રધાનના આગમન અંતર્ગત પોલીસ તંત્ર હાઈઍલર્ટ : મુખ્ય પોલીસ વડાં આશિષ ભાટિયા અને લો ઍન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા શું શું પગલાં લેવા? તેની રૂપરેખા અપાશે, આઇબી વડા અનુપમસિંહ ગાહેલોત પણ વિડિયો કોન્ફરન્સ લેટેસ્ટ ઇનપુટ આપે તેવી સંભાવના : ચાલુ માસની ૨૨મીથી ૧૦ ઓકટોબર સુધી યોજાનાર નેશનલ ગેમમા ૮ હજારથી વધુ સ્પર્ધકો હાજર રહેનાર હોવાથી ઉગ્રવાદી તત્વો, સ્લીપર સેલ ની આશંકા આધારે સ્ટેટ આઇબી, સેન્ટ્રલ આઇબી સાથે સતત સંકલનમાં : સ્ટેટ પોલીસ ટોચના નેતાઓના બંદોબસ્તમાં વ્યસ્ત હોવા સાથે આગામી નવરાત્રી બંદોબસ્તમાં વ્યસ્ત છે તેવા સમયે રાષ્ટ્રિય લેવલની ઇવેન્ટસ અંતર્ગત વડાપ્રધાન કાર્યાલય પણ સતત ઍક્ટિવ

રાજકોટ, તા.૧૩ઃ  ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમ સ્ટેટમા છે, અને આ ચૂંટણીના પરિણામોની અસર સીધી ૨૦૨૪ ની લોક સભાની ચૂંટણી પર પાડનાર હોવાથી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સતત ગુજરાત આવી વિવિધ યોજનાઓના લોકાપર્ણ કાર્યક્રમ માટે સતત આવવા સાથે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં વીજળી અને શિક્ષણ વિના મૂલ્યે આપવામા આવે છે તે યોજના ગુજરાતમાં લાવવા સાથે લોકોના અનેક સળગતા મુદ્દાઓ સાથે ગુજરાત આવી રહ્ના છે ત્યારે કોંગ્રેસ પણ રાહુલ ગાંધીને આગળ કરી ગુજરાત પ્રવાસ કરાવી રહી છે તેવા સમયે ખડે પગે રહેતી પોલીસ માટે વધુ ઍક મોટો બંદોબસ્ત આવી રહ્ના હોવાથી સતત જાગ્રત રહેતા ત્રણ જવાબદાર આઇપીઍસ દ્વારા રાજ્યના રાજકોટ સહિત ૭ શહેરના પોલીસ કમિશનર અને રેન્જ વડા સાથે ચુસ્ત બંદોબસ્ત રાખવા ઉચ્ચ લેવલની વિડિયો કોન્ફરન્સ આજે સાંજે યોજાનાર હોવાનું સૂત્રો જણાવે છે.                                               

આ વીડિયો કોન્ફરન્સને સંભવત રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, લો ઍન્ડ ઓર્ડર વડા સંબો ધનાર છે, આ બેઠકમાં રાજ્યના ગુપ્તચર વડા અનુપમ સિંહ ગેહલોત પણ જોડાઈ તેવી સંભાવના ટોચના વર્તુળો નકારતા નથી.                     

આજની આ બેઠકનો મુખ્ય ઍજન્ડા ખૂબ મોટા પાયા પર જેનું આયોજન ચાલુ માસની તા.૨૨ થી ઓકટોબર ૧૦ સુધી થયેલ છે તેવી ૨૦૨૨ નેશનલ ગેમ સંદર્ભે મુખ્ય છે, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરત,વડોદરા અને મોટું આયોજન અમદાવાદ ખાતે છે, અંદાજે ૮ હજાર સ્પર્ધક આખા દેશમાંથી આવનાર છે અને વડાપ્રધાન દ્વારા તેનું ઉદ્ઘાટન થનાર છે.                              

ગણપતિ મહોત્સવમાંથી હજુ માંડ માંડ ફ્રી થયેલ પોલીસ સ્ટાફ અત્યારે મહાનુભાવ બંદોબસ્તમાં વ્યસ્ત છે અને નવરાત્રિ બંદોબસ્તની તૈયારીઓમા વ્યસત છે તેવા સમયે જ રાષ્ટ્રીય લેવલની નેશનલ ગેમના બંદોબસ્તમા કોઈ કચાશ ન રહે તે માટે આશિષ ભાટિયા અને નરસિહમા કોમાર કૃતનિડ્ઢયી હોય આ બેઠક રાખવામાં આવી છે.                 

ગુજરાતમાં ચૂંટણી સંદર્ભે મહાનુભાવોની સતત અવર જવર હોય અને તેનો લાભ ઉગ્રવાદી, સ્લીપર સેલ કે બીજા કોઈ અંધારી આલમ દ્વારા ઉઠાવવામાં ન આવે તે માટે સેન્ટ્રલ આઇબી સાથે સ્ટેટ આઇબી વડા અનુપમ સિહ ગહેલોત સતત સંકલન જાળવી રહ્ના છે, અન્ય ઇનપુટ પણ  આપી આઇબી વડા ગુજરાત પોલિસ સાથે સતત સંકલન રહે તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું સૂત્રો જણાવે છે. ઍનઍસજી કમાન્ડો સહિત અર્ધ લશ્કરી દલ ઍલર્ટ મોડમાં રાખવામાં આવશે, વડાપ્રધાનના આગમન સંદર્ભે ઍસપીજી સાથે વડાપ્રધાન કાર્યાલય સતત સંકલન જાળવે છે.

(2:20 pm IST)